Monday, December 28, 2015

સ્ત્રી - પુરુષ મર્યાદા

અત્યારે થોડા દિવસ પહેલા જ શનિદેવ, શિંગનાપુર મંદિર આવેલું છે ત્યાં મહિલા હરીભક્ત દ્વારા કેટલાક નિયમો નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પેહલી વાત તો આ blog માં કોઈની ઉપેક્ષા કરવામાં નથી આવી, કે કોઈ મહિલા વિરોધી વાત નથી. આ સ્પષ્ટ કરવું જરૂરી બન્યું કેમ કે સારું કામ કરવામાં અડચણ ઉભી ના થાય. આ બ્લોગ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે એટલે આ સ્વતંત્ર દેશ ના નાગરિક તારીકે સમજણ પૂર્વક વાંચવું.
આપના હિન્દૂ સંસ્કૃતિ માં સ્ત્રી વર્ગને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ વાત સ્વીકાર્ય છે કે કેટલાક ધાર્મિક સ્થાન પર અને કેટલીક પરંપરાઓ માં સ્ત્રી વર્ગને પ્રવેશ કે અનુમતિ મળતી નથી. પણ એનો મતલબ અર્થ એવો નથી કે આ સ્ત્રીઓ નું અપમાન, તિરસ્કાર, ઉપેક્ષા કર્યું એવું નથી. આપના ઋષિમુનિયો એ ઘણા વર્ષ તપશ્ચર્યા કર્યા પછી કેટલાક નીતિ નિયમો, પરંપરાઓ બનાવી છે જે આપણે ગમે તેટલા modern થાય જઈએ, ગમે તેટલું ભૌતિક સુખ માણીયે પણ એ જરૂરી અને યોગ્ય છે.
પણ અત્યારે તો ખાસ આપના દેશ ભારતવર્ષ માં બધા જ મનુષ્ય જીવ માં ક્રાંતિકારી બનવાનું અને આપના જુના નિયમો, પરંપરાઓ ને બદલી નાખવાનું વંટોળ,તોફાન ઉડયું છે. એમાં કઈ ખોટું નથી જો કોઈ પરમ્પરા જેવી કે દૂધ પીતી કરવી, બાલ લગ્ન, દહેજ પ્રથા, પ્રકૃતિ વિરુદ્ધ કામ કરવું, પજવણી કરવી, જીવન માં ભણતર, નોકરી ધંધામાં બધે જો સ્ત્રીઓ ને આગળ વધવું હોય તો, આ બધા વિચારો, mentality, નેઆપને ચંગે કરવી જરૂરી છે. અને જો સ્ત્રી વર્ગ એવું સમજતા હોય કે મોટા ભાગ ના નિયમો અમારા માટે જ કેમ. તો એવું નથી આ વિચાર એ ખોટો ભ્રમ છે અને આના લીધે જ આપણને આપડા ધર્મ વિષે ખોટી ગ્રંથિ બંધાયી જય છે. પુરુષ ને પણ આપના ધર્મ માં અને ગ્રંથો માં પુરુષે પણ પોતાના ઘર ના સિવાય બધાને પોતાની માં, બહેન, દીકરી તુલ્ય જાણવા અને એ પ્રમાણે વર્તવું. આપના ગ્રંથો માં જીવન ના ચાર stage નક્કી કાર્ય છે.
૧. બ્રહ્મચર્યાશ્રમ
૨. ગૃહસ્થાશ્રમ
૩. વાનપ્રથરાશ્રમ
૪. સંન્યાસ

એટલે જ્યાં સુધી બાળક ભમે ત્યાં સુધી એ ગુરુકુલ માં ભણે અને બ્રહ્મચર્ય નું પાલન કરે. અને એનું ઉલ્લંઘન એ ખુબ જ મોટું પાપ માનવામાં આવતું. અત્યારે તો આ નિયમ કાયે જોવા મળતો નથી. શું આ પરમ્પરા આપના ગુરુ, પૂર્વજો એ બનાયી એમાં ખોટું શું છે? સ્વામિનારાયણ સંપ્રદાય ના ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ તેમની શિક્ષાપત્રી માં ગૃહસ્થ માટે નિયમો બનાવ્યા છે. જે બધા આપના જુદા જુદા મહાન ગ્રંથો ના આધારે છે. જેટલા નિયમો સ્ત્રી માટે છે એટલાજ પુરુષ માટે પણ છે.
અત્યારે woman empowerment એટલે કે સ્ત્રી વર્ગ ને સશક્ત કરવો જરૂરી બન્યો છે. અને એના કેટલાય, ઘણા બધા સારા પરિણામ આવ્યા છે. સ્ત્રી વર્ગ પોતાનું talent લઈને રસોડાની બહાર આવી ગયી છે. અત્યારે બધાજ ક્ષેત્ર માં સ્ત્રીઓ નું માન સન્માન વધ્યું છે. Everest સર કરવો, અવકાશ માં જઈને સંશોધન કરવા, શિક્ષણ ક્ષેત્ર માં, તબીબી ક્ષેત્ર માં, Police, Army, રક્ષા ક્ષેત્રમાં, રાજનીતિ માં, business કરવામાં, બધાજ ક્ષેત્ર માં સ્ત્રી વર્ગનો ઘણો મોટો ફાળો છે. મોટી મોટી company ના CEO તરીકે પણ નિમણુંક થાય રહી છે.
તે પોતાના જ્ઞાન, આવડત થાકી પોતાનું, પોતાના કુટુંબ નું, દેશ નું ગૌરવ બને છે અને વિકાસ કરવામાં પોતાનો અમૂલ્ય ફાળો, યોગદાન આપે છે.
પણ એનો મતલબ એવો નથી કે woman ઇમ્પોવેરમેન્ટ ની આડ માં આપણા મૂલ્યો ને ભૂલી જઈએ. આપના જ કેટલાક popular વ્યક્તિઓ સ્ત્રી આ કેમના કરી શકે, લગ્ન પેહલા ના નિયમો તોડવા માં શું થાય જવાનું આવા કેટલાય પ્રશ્નો કરે છે. પણ આપણે જીવન માં કઈ પણ કાર્ય કરવા જઈએ તો એ કાર્ય કરતા પેહલા પોતાની જાત ને પ્રશ્ન પૂછવાનો કે હું આ કાર્ય કરવાનો છુ, તો શું કાર્ય યોગ્ય છે, અને આનું પરિણામ અને કાર્ય શું હું મારા માતા પિતા, ધર્મ ગુરુ ને નિઃશંક પાને કહી શકું.
જીવન માં જે કાર્ય તમે તમારા માતા પિતા, સ્નેહી જાણો ને ના કહી શકો એ બધા જ કાર્ય ખરાબ ગણાવા જોઈએ.
આપના રામભક્ત બ્રહ્મચારી હનુમાન દાદા એ જન્મ થી બ્રહ્મચારી છે. બ્રહ્મચારી નો મતલબ બધા સંજતાજ હશે. પણ અત્યારે આગળ કહ્યું એમ ક્રાંતિકારી બનવું અને woman ઇમ્પોવેરમેન્ટ માં નામે આવા કેટલાય નીતિ નિયમો તોડવા માં લોકોને ખબર નાઈ શું માજા આવે છે. હનુમાન દાદા બ્રહ્મચારી હતા તો પછી આપણે નિયમ નું ઉલ્લંઘન કરી ને ભગવાન નો નિયમ તોડીયે છીયે અને અપરાધ કરીયે છીયે,એમનું ઘણુંજ મોટું એમના કરીયે છીયે. આ નિયમ હોય એનાથી કઈ સ્ત્રીઓ નું અપમાન કર્યું એવું માનવું એ અયોગ્ય છે.
કોઈ પણ વ્યક્તિ કે જેને પોતાના જીવન માં કઈ માનવતા ભર્યું અને સન્માન વર્ધક કાર્ય કરવું હશે તેને પોતાના જીવન માં કઈ બંધન, કઈ નિયમો મુકવા પડશે નહિ તો પોતાની બુદ્ધિ, જ્ઞાન, એકાગ્રતા જાળવી નહિ શકે, અને યોગ્ય સમયે યોગ્ય goal પ્રાપ્ત કરવો મુશ્કેલ અથવા તો અશક્ય બની રહેશે. આપના સાધુઓને પણ મોક્ષ ની પ્રાપ્તિ કરવા, ભગવાન ની ઓળખ મેળવવા, સિદ્ધીયો પ્રાપ્ત મારવા પણ સંસાર નો, પૈસા નો, માયા, નો ત્યાર કરી વૈરાગ્ય અને અખંડ બ્રહ્મચાર્ય નું પાલન કરવું પડે છે. જ્યાં સુધી યોગ્ય બંધન અને નિયામલ ને પોતાના જીવન માં apply ના કર્યો ત્યાં સુધી પોતાના શરીર, મગજ, બુદ્ધિ, ને એક દિશા માં લઇ જવું મુશ્કેલ થાય પડશે. આપણે ગાય ને માતા કહીયે છીયે.
આવી રીતે આપના કેટલાક ભગવાન છે જેમ કે કાર્તિકેય ભગવાન, શનિદેવ કે જ્યાં સ્ત્રીઓ માટે થોડા નિયમ, પરમ્પરા બનાવમાં આવી છે.
હા એ જરૂરી છે કે અત્યારે જે પ્રકૃતિ વિરુદ્ધ ના કૃત્ય થાય રહ્યા છે, કેટલાક સ્થળો પર ખુબ જ ક્રૂરતા અને ખરાબ વર્તન કરવા માં આવે છે. જેની વિરુદ્ધ બધાજ નાગરિકોએ અવાજ બુલંદ કરવો જોઈએ. અને ભારત સરકાર દ્વારા પણ તેવી બાબતો નો વિરોધ થવો જોઈએ.
આપના ભારત દેશ માં અને એમાં પણ હિન્દૂ સંસ્કૃતિ માં પણ સ્ત્રીઓને ખુબ ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે. દરેક સ્ત્રીને સન્માન ની નજર થી જોવાય છે. પણ કેટલાક ખરાબ પ્રસંગો થવાનો મતલબ એવો નથી કે ભારતીયો તેના મૂલ્યો અને નિયમો ભૂલી ગયો છે.
આપણે આપના ધર્મ વિષે વધારે ઊંડાણ પૂર્વક જાણવું જરૂરી છે. અને ફરીથી સતયુગ જેવું વાતાવરણ તૈયાર કરવાની જરૂર છે.
આપના આઝાદી આપવામાં ભાગીદાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ કેહતા કે,જો આપણે શિક્ષાપત્રી,ધર્મિક ગ્રંથો ના કહ્યા પ્રમાણે રહીશું તો દુનિયામાં કાનૂન ની જરૂર જ નહિ રહે.

No comments:

Post a Comment