Friday, December 25, 2015

Independent India

"આઝાદી" શબ્દ જેટલો સન્માનજનક અને જોશવર્ધક છે એટલો કોઈ શબ્દ નાઈ હોય. પૂર્વજો ના ખુબ જ મોટા અને મહત્વપૂર્ણ બલિદાન થી અત્યારે આપણે આઝાદી આપણે ભોગવી રહ્યા છે. પણ અત્યારે તમે જોવો તો આઝાદી ના દિવશે કેટલાક લોકો નિરાશ થાયને ફરતા હોય છે, પૂછીએ તો કહે,આજે રવિવાર હતો અને રજા બેઉ ભેગું થાય થયુ એટલે રજા બગડી.
પણ તમે જોવો તો શાકભાજી ની લારી વારો થી માંડી ને મોંઘીદાટ ગાડી ના માલિકો પણ પોતાની ગાડીમાં, લારીમાં, દુકાનમાં, Mall માં, બધે આપનો ત્રિરંગો ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઔગાસ્ત ના દિવશે જોવા મળે અને એની આનંદ ઉત્સાહ અને કેફ તો હોવો જ જોઈએ.આટલો આનંદ, થોડો ઘણો પણ છે, પણ ખરે ખરો આનંદ કોને હોય, રણ માં ૧૦-૧૫ દિવસ વગર પાણીએ ચાલે અને પાણી મળે એટલે કેટલો ખુશ થાય, રસ્તા પર ચાલતા રાહગીર ૫૦-૬૦ km ચાલ્યા બાદ વાહન મળે તો કેટલો ખુશ થાય, ઠંડી માં કોઈ ગરમ રજયી કે sweater આપે તો કેટલો ખુશ થાય એમ, આઝાદી માટે ખુબ જ struggle કાર્ય પછી આઝાદી મળે તો કેટલી ખુશી મળે. કેટલાક હૃદય સ્પર્શી પ્રસંગો જાણીએ તો આપનને ખબર પડે કે આપણે અત્યારે દેશ માટે ગૌરવ લેવા જેવી અને તેની ગરિમા વધારવા જેવું કરવું જોઈએ.
એક પ્રખ્યાત "આઝાદી ના ૫૦ વર્ષ પેલા અને ૫૦ વર્ષ પછી" ચંદ્રકાન્ત બક્ષી ની આ પુસ્તક વાંચવા જેવું છે, જેમાં આઝાદી માટે આપના પૂર્વજોએ કેવા અત્યાચારો સહન કર્યાં એ ખબર પડે.
એક દિવસ લાલા લાજપતારાય એ આનો શુભારંભ કર્યો હતો. એક દિવસ એક મોટું સરગશ આવ્યું અને મામલતદાર ની office પર ત્રિરંગો લાગવા ગયા, પણ કલેકટરે ના પાડી અને કે બહુ જીદ ના કરશો નહિ તો ફાયરીંગ ચાલુ કરી દઈશું. પણ આંદોલનકારી ઓ એક ના બે ના થયા અને થોડી જ વાર માં ઓફીસ ની સામે હજારો કાર્યકર્તાઓ નું ટોળું ભેગું થાય ગયું. આ પરિસ્થિતિ દૂર કરવા કલેકટરે તરત જ ફાયરિંગ કરવાનો ઓર્ડર આપી દીધો અને કેટલાંય આંદોલનકારીયોને મોત ને ઘાટ ઉતારી દીધા. પણ છતાંય થોડી જ વારમાં બીજા હજારો ભારતીયો ત્યાં આવી ગયા. પછી તો અંગ્રેજો ના સિપાહી ઓ એ બધાને પકડીને જેલ માં પુરાવાનું, બંદુક, લાઠી, વડે મરવાનું ચાલુ કરી દીધું. કેટલાકને તો તોપ ની સામે દોરડા વડે બાંધી ને તોપ માંથી ગોળો ફોડી દે, એટલે માણસ ના માંસ ના ટુકડા આમ તેમ ઉડીને પડતા.કેવી ક્રૂરતા. આવીજ રીતે એક જૂથ માં નાના છોકરા(૧૨ વર્ષ)ને પણ બાંધ્યો હતો, જેની જોડે ત્રિરંગો હતો. એ બાળક ગમે તેમ કરીને તોપ ફોડે એની પેહલા જ છુટી ગયો અને સીધો જઈને ઝંડો ફરકાયી દીધો અને જોર થી "ભારત માતાની જય" એવો લલકાર કર્યો, પણ એની બીજી જ ક્ષણે ઓફિસરે fire ની order આપ્યો અને એ ૧૨ વર્ષ ના બાળક ને ૪૦-૫૦ રાઉન્ડ ગોળીયો થી ચીંધી નાખ્યો. પણ એ ૧૨ વર્ષ ના બાળક ને પણ દેશ ની શું અસ્મિતા હતી. એના મગજ માં પણ દેશ માટે કઈ કરવાની અને દેશ ને આઝાદ કરવાનો ધ્યેય એના મગજમાં દ્રઢ થાય ગયો હતો. અને એ વખતે અંગ્રેજો નો શું જુલમ, અત્યાચાર હશે કે જેલ માં પુરેલા કેદિયોને ને કાંચ ના ટુકડા ખાયીને મરી જવું એ વધારે સહેલું અને સારું લાગતું. અને એક સૌથી મોટો અને ખુબ જ ઘાતકી હત્યાકાંડ કે જેને આપણે અત્યારે પણ યાદ કરીયે તો આપના રૂંવાડા ઊંચા થાય જાય એ છે "જલિયાંવાલા નો હત્યાકાંડ". ૧૩ એપ્રિલ ૧૯૧૯ અને રવિવાર નો દિવસ હતો. એક હિન્દૂ નેતા હિંદુઓને કેવું જીવન જીવવું, આઝાદી કેવી રીતે મેલાવવી, એવી બધી વાતો ને બધા ને જણાવતા હતા અને બધા જ ભારતીયો ના મન ની વાતોને વાચા આપી રહ્યા હતા, બધાજ સભા માં બેઠેલા લોકો ના મન માં દેશ પ્રત્યે લાગણી અને ગૌરવ હતું અને તે જ વખતે, જર્નાલ એડવર્ડ હેરીડાયર આવ્યો અને ત્યાંના એક જ gate આગળ આવીને ફક્ત ૧૦ જ મિનિટ માં ૧૬૦૦ ગોળીઓ ચલાવીને બધાજ આંદોલનકરીઓ મારી નાખ્યા, અને ફાયરિંગ બંધ કરવું પડ્યું કેમ કે ગોળીયો પુરી થય ગયી હતી, નહિ તો હજુય ગોળી મારવાનું ચાલુ જ રાખતા. આટલા અત્યાચાર સહન કાર્યો ત્યારે આ બહુ મૂલ્ય આઝાદી મળી છે, કોઈ સસ્તી અને સહેલી નથી આ આઝાદી. કેટલા બલિદાનો આપ્યા ત્યારે આપણે આઝાદ ભારત માં સ્વતંત્ર પાને જીવી રહ્યા છીયે.
મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, લાલા લજપાતરાય ના બલિદાને ભારત ને અંગ્રેજો ના શાસન માંથી મુક્તિ અપાવી છે. ચંદ્રશેખર આઝાદ કે જે નાના બાળક હતા ત્યારે COURT માં બૉમ્બ નાખે છે અને આઝાદી ના નારા જોશજોશ થી બોલે છે. શું હિમ્મત અને વીરતા હતી પોતાના દેશ ને આઝાદ કરવાની. પછી ચંદ્રશેખર ને તો COURT માં બોલાવવામાં આવે છે, ત્યાં એમને પ્રશ્ન પુછાય છે કે,
તારું નામ શું છે "આઝાદ"
તારી માતા નું નામ શું છે "ભારતમાતા"
તારી ધ્યેય તો કહે "આઝાદી". આવા જવાબ સાંભળી તેને ૧૦૦ કોર્ડ મારવાની સજા થાય છે, પણ નાની ઉમ્મર હોવા છતાં અને આટલી વિષમ અને આકરી પરિસ્થિતિ માં પણ એના મોઢા માંથી ભારત માતા ની જય નીકળે છે. ઇતિહાસ ના પણ ખોલી ને જોવો તો ખબર પડશે કે આ આઝાદી નો સુરજ એમને એમ નથી ઉગ્યો. શાહિદ ભગત સિંહ ને તો જાણીએ છીયે. એમના પિતા નું નામ હતું અર્જુનસિંહ, જે બહુ મોટા જાગીરદાર, ધનવાન, અને પ્રતિસ્થિત વ્યક્તિ હતા. બહુ બધી જમીન હતી. એક દિવસ ભગતસિંહ ખેતર માં બંદુક લઈને ગયા અને ખાડો કરીને બંદુક રોપતા હતા. આ જોયું તો પિતા અર્જુનસિંહ એ ભગતને પૂછ્યું બેટા આ શું કરું છુ. ભગત કહે કે હું બંદુક રોપીસ તો બંદુક અને ગોળીયો ઉગશે. પિતા કહે એનાથી શું થશે. ભગત સિંહ કહે આપણી જોડે માત્ર એક જ બંદુક છે એટલે અંગ્રેજો ને મારી શકતા નથી પણ આવી રિતે વધારે બંદુક ઉગશે અને એ બધી જ બંદુક અને ગોળીયો ને બધા ભારતીયો ને આપી દઈશ અને પછી બધા સાથે અંગ્રેજો ને ભારત માંથી તગેડી મુકીશું, મારે ખાલી બંદુક ની જ ખેતી કરવી છે.
શું ધ્યેય, નિષ્ઠા, વિચાર. એ વખતે એમની ઉમર ખાલી સાડા ચાર વર્ષ ની હતી. છતાંય અંગ્રેજો ત્રાસ તો ઘણો જ આપતા. આંદામાન નિકોબાર ના ટાપુ પર કાલા પાણી ની સજા આપતા. કેટલી આકરી સજા હતી,ખારી આબોહવા હતી જેથી ચામડી ફાટી જાય, પુરાતું જમવાનું ના આપે, કાલી મજૂરી કરાવે અને માર પણ એટલો જ મારતા. मिटटी हो गयी सोना જેવા પુસ્તકો માં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદ્દમ સિંહ કરીને એક વ્યક્તિ હતા જેમની height હતી ૬ ફુટ ની તેમને ખાલી ૨.૫ × ૨.૫ ની નાની ઓરડી માં જ રહેવાનું અને ૭ દિવશે એક વાર ખાવાનું મળતું. બીજા ભાનસિંહ નામ ના સરદાર હતા, જેમને મરી જાવા માટે પોતાના કપડાં ફાડયા અને ફાંસી ખાધી અને મોહમાં ડૂચા ભરી દીધા. નથી રહેવાતું આ ત્રાશ નથી સહન થતો. કોઈ વ્યક્તિ આવું કરે ક્યારે, સહનશક્તિ ની પણ કોય હદ હોય. ફાંસી ખાઈને મરવુ સહેલું લાગતું હતું તો એના થી આકરી સજા અંગ્રેજો કરતા હશે ને. સતત માર મારે.

આવા મહાન ભારત દેશ કે જે સોને કી ચીડિયા કહેવાતી હતો એવા દેશ પ્રત્યે આપણે ગૌરવ હોવું જોઈએ અને દેશ ના વિકાશ માં અને તેના ભવિષ્ય ને જલહાલતું બનાવવા માટે સૌ દેશવાસીયોએ કર્તવ્ય સમજીને યોગ્ય ફાળો આપવો જોઈએ.

No comments:

Post a Comment