Monday, December 28, 2015

સ્ત્રી - પુરુષ મર્યાદા

અત્યારે થોડા દિવસ પહેલા જ શનિદેવ, શિંગનાપુર મંદિર આવેલું છે ત્યાં મહિલા હરીભક્ત દ્વારા કેટલાક નિયમો નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પેહલી વાત તો આ blog માં કોઈની ઉપેક્ષા કરવામાં નથી આવી, કે કોઈ મહિલા વિરોધી વાત નથી. આ સ્પષ્ટ કરવું જરૂરી બન્યું કેમ કે સારું કામ કરવામાં અડચણ ઉભી ના થાય. આ બ્લોગ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે એટલે આ સ્વતંત્ર દેશ ના નાગરિક તારીકે સમજણ પૂર્વક વાંચવું.
આપના હિન્દૂ સંસ્કૃતિ માં સ્ત્રી વર્ગને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ વાત સ્વીકાર્ય છે કે કેટલાક ધાર્મિક સ્થાન પર અને કેટલીક પરંપરાઓ માં સ્ત્રી વર્ગને પ્રવેશ કે અનુમતિ મળતી નથી. પણ એનો મતલબ અર્થ એવો નથી કે આ સ્ત્રીઓ નું અપમાન, તિરસ્કાર, ઉપેક્ષા કર્યું એવું નથી. આપના ઋષિમુનિયો એ ઘણા વર્ષ તપશ્ચર્યા કર્યા પછી કેટલાક નીતિ નિયમો, પરંપરાઓ બનાવી છે જે આપણે ગમે તેટલા modern થાય જઈએ, ગમે તેટલું ભૌતિક સુખ માણીયે પણ એ જરૂરી અને યોગ્ય છે.
પણ અત્યારે તો ખાસ આપના દેશ ભારતવર્ષ માં બધા જ મનુષ્ય જીવ માં ક્રાંતિકારી બનવાનું અને આપના જુના નિયમો, પરંપરાઓ ને બદલી નાખવાનું વંટોળ,તોફાન ઉડયું છે. એમાં કઈ ખોટું નથી જો કોઈ પરમ્પરા જેવી કે દૂધ પીતી કરવી, બાલ લગ્ન, દહેજ પ્રથા, પ્રકૃતિ વિરુદ્ધ કામ કરવું, પજવણી કરવી, જીવન માં ભણતર, નોકરી ધંધામાં બધે જો સ્ત્રીઓ ને આગળ વધવું હોય તો, આ બધા વિચારો, mentality, નેઆપને ચંગે કરવી જરૂરી છે. અને જો સ્ત્રી વર્ગ એવું સમજતા હોય કે મોટા ભાગ ના નિયમો અમારા માટે જ કેમ. તો એવું નથી આ વિચાર એ ખોટો ભ્રમ છે અને આના લીધે જ આપણને આપડા ધર્મ વિષે ખોટી ગ્રંથિ બંધાયી જય છે. પુરુષ ને પણ આપના ધર્મ માં અને ગ્રંથો માં પુરુષે પણ પોતાના ઘર ના સિવાય બધાને પોતાની માં, બહેન, દીકરી તુલ્ય જાણવા અને એ પ્રમાણે વર્તવું. આપના ગ્રંથો માં જીવન ના ચાર stage નક્કી કાર્ય છે.
૧. બ્રહ્મચર્યાશ્રમ
૨. ગૃહસ્થાશ્રમ
૩. વાનપ્રથરાશ્રમ
૪. સંન્યાસ

એટલે જ્યાં સુધી બાળક ભમે ત્યાં સુધી એ ગુરુકુલ માં ભણે અને બ્રહ્મચર્ય નું પાલન કરે. અને એનું ઉલ્લંઘન એ ખુબ જ મોટું પાપ માનવામાં આવતું. અત્યારે તો આ નિયમ કાયે જોવા મળતો નથી. શું આ પરમ્પરા આપના ગુરુ, પૂર્વજો એ બનાયી એમાં ખોટું શું છે? સ્વામિનારાયણ સંપ્રદાય ના ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ તેમની શિક્ષાપત્રી માં ગૃહસ્થ માટે નિયમો બનાવ્યા છે. જે બધા આપના જુદા જુદા મહાન ગ્રંથો ના આધારે છે. જેટલા નિયમો સ્ત્રી માટે છે એટલાજ પુરુષ માટે પણ છે.
અત્યારે woman empowerment એટલે કે સ્ત્રી વર્ગ ને સશક્ત કરવો જરૂરી બન્યો છે. અને એના કેટલાય, ઘણા બધા સારા પરિણામ આવ્યા છે. સ્ત્રી વર્ગ પોતાનું talent લઈને રસોડાની બહાર આવી ગયી છે. અત્યારે બધાજ ક્ષેત્ર માં સ્ત્રીઓ નું માન સન્માન વધ્યું છે. Everest સર કરવો, અવકાશ માં જઈને સંશોધન કરવા, શિક્ષણ ક્ષેત્ર માં, તબીબી ક્ષેત્ર માં, Police, Army, રક્ષા ક્ષેત્રમાં, રાજનીતિ માં, business કરવામાં, બધાજ ક્ષેત્ર માં સ્ત્રી વર્ગનો ઘણો મોટો ફાળો છે. મોટી મોટી company ના CEO તરીકે પણ નિમણુંક થાય રહી છે.
તે પોતાના જ્ઞાન, આવડત થાકી પોતાનું, પોતાના કુટુંબ નું, દેશ નું ગૌરવ બને છે અને વિકાસ કરવામાં પોતાનો અમૂલ્ય ફાળો, યોગદાન આપે છે.
પણ એનો મતલબ એવો નથી કે woman ઇમ્પોવેરમેન્ટ ની આડ માં આપણા મૂલ્યો ને ભૂલી જઈએ. આપના જ કેટલાક popular વ્યક્તિઓ સ્ત્રી આ કેમના કરી શકે, લગ્ન પેહલા ના નિયમો તોડવા માં શું થાય જવાનું આવા કેટલાય પ્રશ્નો કરે છે. પણ આપણે જીવન માં કઈ પણ કાર્ય કરવા જઈએ તો એ કાર્ય કરતા પેહલા પોતાની જાત ને પ્રશ્ન પૂછવાનો કે હું આ કાર્ય કરવાનો છુ, તો શું કાર્ય યોગ્ય છે, અને આનું પરિણામ અને કાર્ય શું હું મારા માતા પિતા, ધર્મ ગુરુ ને નિઃશંક પાને કહી શકું.
જીવન માં જે કાર્ય તમે તમારા માતા પિતા, સ્નેહી જાણો ને ના કહી શકો એ બધા જ કાર્ય ખરાબ ગણાવા જોઈએ.
આપના રામભક્ત બ્રહ્મચારી હનુમાન દાદા એ જન્મ થી બ્રહ્મચારી છે. બ્રહ્મચારી નો મતલબ બધા સંજતાજ હશે. પણ અત્યારે આગળ કહ્યું એમ ક્રાંતિકારી બનવું અને woman ઇમ્પોવેરમેન્ટ માં નામે આવા કેટલાય નીતિ નિયમો તોડવા માં લોકોને ખબર નાઈ શું માજા આવે છે. હનુમાન દાદા બ્રહ્મચારી હતા તો પછી આપણે નિયમ નું ઉલ્લંઘન કરી ને ભગવાન નો નિયમ તોડીયે છીયે અને અપરાધ કરીયે છીયે,એમનું ઘણુંજ મોટું એમના કરીયે છીયે. આ નિયમ હોય એનાથી કઈ સ્ત્રીઓ નું અપમાન કર્યું એવું માનવું એ અયોગ્ય છે.
કોઈ પણ વ્યક્તિ કે જેને પોતાના જીવન માં કઈ માનવતા ભર્યું અને સન્માન વર્ધક કાર્ય કરવું હશે તેને પોતાના જીવન માં કઈ બંધન, કઈ નિયમો મુકવા પડશે નહિ તો પોતાની બુદ્ધિ, જ્ઞાન, એકાગ્રતા જાળવી નહિ શકે, અને યોગ્ય સમયે યોગ્ય goal પ્રાપ્ત કરવો મુશ્કેલ અથવા તો અશક્ય બની રહેશે. આપના સાધુઓને પણ મોક્ષ ની પ્રાપ્તિ કરવા, ભગવાન ની ઓળખ મેળવવા, સિદ્ધીયો પ્રાપ્ત મારવા પણ સંસાર નો, પૈસા નો, માયા, નો ત્યાર કરી વૈરાગ્ય અને અખંડ બ્રહ્મચાર્ય નું પાલન કરવું પડે છે. જ્યાં સુધી યોગ્ય બંધન અને નિયામલ ને પોતાના જીવન માં apply ના કર્યો ત્યાં સુધી પોતાના શરીર, મગજ, બુદ્ધિ, ને એક દિશા માં લઇ જવું મુશ્કેલ થાય પડશે. આપણે ગાય ને માતા કહીયે છીયે.
આવી રીતે આપના કેટલાક ભગવાન છે જેમ કે કાર્તિકેય ભગવાન, શનિદેવ કે જ્યાં સ્ત્રીઓ માટે થોડા નિયમ, પરમ્પરા બનાવમાં આવી છે.
હા એ જરૂરી છે કે અત્યારે જે પ્રકૃતિ વિરુદ્ધ ના કૃત્ય થાય રહ્યા છે, કેટલાક સ્થળો પર ખુબ જ ક્રૂરતા અને ખરાબ વર્તન કરવા માં આવે છે. જેની વિરુદ્ધ બધાજ નાગરિકોએ અવાજ બુલંદ કરવો જોઈએ. અને ભારત સરકાર દ્વારા પણ તેવી બાબતો નો વિરોધ થવો જોઈએ.
આપના ભારત દેશ માં અને એમાં પણ હિન્દૂ સંસ્કૃતિ માં પણ સ્ત્રીઓને ખુબ ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે. દરેક સ્ત્રીને સન્માન ની નજર થી જોવાય છે. પણ કેટલાક ખરાબ પ્રસંગો થવાનો મતલબ એવો નથી કે ભારતીયો તેના મૂલ્યો અને નિયમો ભૂલી ગયો છે.
આપણે આપના ધર્મ વિષે વધારે ઊંડાણ પૂર્વક જાણવું જરૂરી છે. અને ફરીથી સતયુગ જેવું વાતાવરણ તૈયાર કરવાની જરૂર છે.
આપના આઝાદી આપવામાં ભાગીદાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ કેહતા કે,જો આપણે શિક્ષાપત્રી,ધર્મિક ગ્રંથો ના કહ્યા પ્રમાણે રહીશું તો દુનિયામાં કાનૂન ની જરૂર જ નહિ રહે.

Friday, December 25, 2015

Independent India

"આઝાદી" શબ્દ જેટલો સન્માનજનક અને જોશવર્ધક છે એટલો કોઈ શબ્દ નાઈ હોય. પૂર્વજો ના ખુબ જ મોટા અને મહત્વપૂર્ણ બલિદાન થી અત્યારે આપણે આઝાદી આપણે ભોગવી રહ્યા છે. પણ અત્યારે તમે જોવો તો આઝાદી ના દિવશે કેટલાક લોકો નિરાશ થાયને ફરતા હોય છે, પૂછીએ તો કહે,આજે રવિવાર હતો અને રજા બેઉ ભેગું થાય થયુ એટલે રજા બગડી.
પણ તમે જોવો તો શાકભાજી ની લારી વારો થી માંડી ને મોંઘીદાટ ગાડી ના માલિકો પણ પોતાની ગાડીમાં, લારીમાં, દુકાનમાં, Mall માં, બધે આપનો ત્રિરંગો ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઔગાસ્ત ના દિવશે જોવા મળે અને એની આનંદ ઉત્સાહ અને કેફ તો હોવો જ જોઈએ.આટલો આનંદ, થોડો ઘણો પણ છે, પણ ખરે ખરો આનંદ કોને હોય, રણ માં ૧૦-૧૫ દિવસ વગર પાણીએ ચાલે અને પાણી મળે એટલે કેટલો ખુશ થાય, રસ્તા પર ચાલતા રાહગીર ૫૦-૬૦ km ચાલ્યા બાદ વાહન મળે તો કેટલો ખુશ થાય, ઠંડી માં કોઈ ગરમ રજયી કે sweater આપે તો કેટલો ખુશ થાય એમ, આઝાદી માટે ખુબ જ struggle કાર્ય પછી આઝાદી મળે તો કેટલી ખુશી મળે. કેટલાક હૃદય સ્પર્શી પ્રસંગો જાણીએ તો આપનને ખબર પડે કે આપણે અત્યારે દેશ માટે ગૌરવ લેવા જેવી અને તેની ગરિમા વધારવા જેવું કરવું જોઈએ.
એક પ્રખ્યાત "આઝાદી ના ૫૦ વર્ષ પેલા અને ૫૦ વર્ષ પછી" ચંદ્રકાન્ત બક્ષી ની આ પુસ્તક વાંચવા જેવું છે, જેમાં આઝાદી માટે આપના પૂર્વજોએ કેવા અત્યાચારો સહન કર્યાં એ ખબર પડે.
એક દિવસ લાલા લાજપતારાય એ આનો શુભારંભ કર્યો હતો. એક દિવસ એક મોટું સરગશ આવ્યું અને મામલતદાર ની office પર ત્રિરંગો લાગવા ગયા, પણ કલેકટરે ના પાડી અને કે બહુ જીદ ના કરશો નહિ તો ફાયરીંગ ચાલુ કરી દઈશું. પણ આંદોલનકારી ઓ એક ના બે ના થયા અને થોડી જ વાર માં ઓફીસ ની સામે હજારો કાર્યકર્તાઓ નું ટોળું ભેગું થાય ગયું. આ પરિસ્થિતિ દૂર કરવા કલેકટરે તરત જ ફાયરિંગ કરવાનો ઓર્ડર આપી દીધો અને કેટલાંય આંદોલનકારીયોને મોત ને ઘાટ ઉતારી દીધા. પણ છતાંય થોડી જ વારમાં બીજા હજારો ભારતીયો ત્યાં આવી ગયા. પછી તો અંગ્રેજો ના સિપાહી ઓ એ બધાને પકડીને જેલ માં પુરાવાનું, બંદુક, લાઠી, વડે મરવાનું ચાલુ કરી દીધું. કેટલાકને તો તોપ ની સામે દોરડા વડે બાંધી ને તોપ માંથી ગોળો ફોડી દે, એટલે માણસ ના માંસ ના ટુકડા આમ તેમ ઉડીને પડતા.કેવી ક્રૂરતા. આવીજ રીતે એક જૂથ માં નાના છોકરા(૧૨ વર્ષ)ને પણ બાંધ્યો હતો, જેની જોડે ત્રિરંગો હતો. એ બાળક ગમે તેમ કરીને તોપ ફોડે એની પેહલા જ છુટી ગયો અને સીધો જઈને ઝંડો ફરકાયી દીધો અને જોર થી "ભારત માતાની જય" એવો લલકાર કર્યો, પણ એની બીજી જ ક્ષણે ઓફિસરે fire ની order આપ્યો અને એ ૧૨ વર્ષ ના બાળક ને ૪૦-૫૦ રાઉન્ડ ગોળીયો થી ચીંધી નાખ્યો. પણ એ ૧૨ વર્ષ ના બાળક ને પણ દેશ ની શું અસ્મિતા હતી. એના મગજ માં પણ દેશ માટે કઈ કરવાની અને દેશ ને આઝાદ કરવાનો ધ્યેય એના મગજમાં દ્રઢ થાય ગયો હતો. અને એ વખતે અંગ્રેજો નો શું જુલમ, અત્યાચાર હશે કે જેલ માં પુરેલા કેદિયોને ને કાંચ ના ટુકડા ખાયીને મરી જવું એ વધારે સહેલું અને સારું લાગતું. અને એક સૌથી મોટો અને ખુબ જ ઘાતકી હત્યાકાંડ કે જેને આપણે અત્યારે પણ યાદ કરીયે તો આપના રૂંવાડા ઊંચા થાય જાય એ છે "જલિયાંવાલા નો હત્યાકાંડ". ૧૩ એપ્રિલ ૧૯૧૯ અને રવિવાર નો દિવસ હતો. એક હિન્દૂ નેતા હિંદુઓને કેવું જીવન જીવવું, આઝાદી કેવી રીતે મેલાવવી, એવી બધી વાતો ને બધા ને જણાવતા હતા અને બધા જ ભારતીયો ના મન ની વાતોને વાચા આપી રહ્યા હતા, બધાજ સભા માં બેઠેલા લોકો ના મન માં દેશ પ્રત્યે લાગણી અને ગૌરવ હતું અને તે જ વખતે, જર્નાલ એડવર્ડ હેરીડાયર આવ્યો અને ત્યાંના એક જ gate આગળ આવીને ફક્ત ૧૦ જ મિનિટ માં ૧૬૦૦ ગોળીઓ ચલાવીને બધાજ આંદોલનકરીઓ મારી નાખ્યા, અને ફાયરિંગ બંધ કરવું પડ્યું કેમ કે ગોળીયો પુરી થય ગયી હતી, નહિ તો હજુય ગોળી મારવાનું ચાલુ જ રાખતા. આટલા અત્યાચાર સહન કાર્યો ત્યારે આ બહુ મૂલ્ય આઝાદી મળી છે, કોઈ સસ્તી અને સહેલી નથી આ આઝાદી. કેટલા બલિદાનો આપ્યા ત્યારે આપણે આઝાદ ભારત માં સ્વતંત્ર પાને જીવી રહ્યા છીયે.
મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, લાલા લજપાતરાય ના બલિદાને ભારત ને અંગ્રેજો ના શાસન માંથી મુક્તિ અપાવી છે. ચંદ્રશેખર આઝાદ કે જે નાના બાળક હતા ત્યારે COURT માં બૉમ્બ નાખે છે અને આઝાદી ના નારા જોશજોશ થી બોલે છે. શું હિમ્મત અને વીરતા હતી પોતાના દેશ ને આઝાદ કરવાની. પછી ચંદ્રશેખર ને તો COURT માં બોલાવવામાં આવે છે, ત્યાં એમને પ્રશ્ન પુછાય છે કે,
તારું નામ શું છે "આઝાદ"
તારી માતા નું નામ શું છે "ભારતમાતા"
તારી ધ્યેય તો કહે "આઝાદી". આવા જવાબ સાંભળી તેને ૧૦૦ કોર્ડ મારવાની સજા થાય છે, પણ નાની ઉમ્મર હોવા છતાં અને આટલી વિષમ અને આકરી પરિસ્થિતિ માં પણ એના મોઢા માંથી ભારત માતા ની જય નીકળે છે. ઇતિહાસ ના પણ ખોલી ને જોવો તો ખબર પડશે કે આ આઝાદી નો સુરજ એમને એમ નથી ઉગ્યો. શાહિદ ભગત સિંહ ને તો જાણીએ છીયે. એમના પિતા નું નામ હતું અર્જુનસિંહ, જે બહુ મોટા જાગીરદાર, ધનવાન, અને પ્રતિસ્થિત વ્યક્તિ હતા. બહુ બધી જમીન હતી. એક દિવસ ભગતસિંહ ખેતર માં બંદુક લઈને ગયા અને ખાડો કરીને બંદુક રોપતા હતા. આ જોયું તો પિતા અર્જુનસિંહ એ ભગતને પૂછ્યું બેટા આ શું કરું છુ. ભગત કહે કે હું બંદુક રોપીસ તો બંદુક અને ગોળીયો ઉગશે. પિતા કહે એનાથી શું થશે. ભગત સિંહ કહે આપણી જોડે માત્ર એક જ બંદુક છે એટલે અંગ્રેજો ને મારી શકતા નથી પણ આવી રિતે વધારે બંદુક ઉગશે અને એ બધી જ બંદુક અને ગોળીયો ને બધા ભારતીયો ને આપી દઈશ અને પછી બધા સાથે અંગ્રેજો ને ભારત માંથી તગેડી મુકીશું, મારે ખાલી બંદુક ની જ ખેતી કરવી છે.
શું ધ્યેય, નિષ્ઠા, વિચાર. એ વખતે એમની ઉમર ખાલી સાડા ચાર વર્ષ ની હતી. છતાંય અંગ્રેજો ત્રાસ તો ઘણો જ આપતા. આંદામાન નિકોબાર ના ટાપુ પર કાલા પાણી ની સજા આપતા. કેટલી આકરી સજા હતી,ખારી આબોહવા હતી જેથી ચામડી ફાટી જાય, પુરાતું જમવાનું ના આપે, કાલી મજૂરી કરાવે અને માર પણ એટલો જ મારતા. मिटटी हो गयी सोना જેવા પુસ્તકો માં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદ્દમ સિંહ કરીને એક વ્યક્તિ હતા જેમની height હતી ૬ ફુટ ની તેમને ખાલી ૨.૫ × ૨.૫ ની નાની ઓરડી માં જ રહેવાનું અને ૭ દિવશે એક વાર ખાવાનું મળતું. બીજા ભાનસિંહ નામ ના સરદાર હતા, જેમને મરી જાવા માટે પોતાના કપડાં ફાડયા અને ફાંસી ખાધી અને મોહમાં ડૂચા ભરી દીધા. નથી રહેવાતું આ ત્રાશ નથી સહન થતો. કોઈ વ્યક્તિ આવું કરે ક્યારે, સહનશક્તિ ની પણ કોય હદ હોય. ફાંસી ખાઈને મરવુ સહેલું લાગતું હતું તો એના થી આકરી સજા અંગ્રેજો કરતા હશે ને. સતત માર મારે.

આવા મહાન ભારત દેશ કે જે સોને કી ચીડિયા કહેવાતી હતો એવા દેશ પ્રત્યે આપણે ગૌરવ હોવું જોઈએ અને દેશ ના વિકાશ માં અને તેના ભવિષ્ય ને જલહાલતું બનાવવા માટે સૌ દેશવાસીયોએ કર્તવ્ય સમજીને યોગ્ય ફાળો આપવો જોઈએ.

Thursday, December 17, 2015

જીવન માં આદર્શ ગુરુનું મહત્વ

આપના શાસ્ત્રો માં હિન્દૂ શબ્દ નો ઉલ્લેખ જ નઈ કર્યો. જેનો ઇતિહાસ બહુ લાંબો છે. આપના ધર્મ ને સનાતન ધર્મ કહેવાતો હતો. અને એ સનાતન ધર્મ માં પેહલા ભણતર માટે ગુરુકુલ પદ્ધતિ હતી, જે અત્યારે પણ કેટલીક જગ્યાએ જીવિત છે. એ વખતે જે ગુરુ હોય તે પોતાના શિષ્યને બે માર્ગ વિશે ભણાવતા.
1. શ્રેયશ માર્ગ (આલોક અને પરલોક વિષે)
2. પ્રેયશ માર્ગ (ભૌતિક વસ્તુ વિશે)
આ બંને માર્ગ માં દુનિયા ની બધી જ વસ્તુ આવરી લેવાતી. અને આ જ હિન્દૂ સંસ્કૃતિ ને બળ આપનારું હતું. સન. 1813 માં જયારે બ્રિટિશ ના લોકો ને ખબર પડી કે ભારત દેશ ને જો ગુલામ કરવો હોય તો પેહલા એને ભાખરી કરવો પડશે, કેમ કે અત્યારે આ દેશ માં કોઈ ભિખારી છે જ નઈ, અને બીજું એનું આધ્યાત્મિક જ્ઞાન ભુલાડવું પડશે. તેના પછી આપના દેશ માં અંગ્રેજી ભાષા અને પદ્ધતિ થી ભણવાનું ચાલુ કરવા માં આવ્યું અને અત્યારે તે ચાલી રહ્યું છે.
એ ગુરુ કે જે આપના જીવનમાટે ખુબ જ જરૂરી છે,એમના માટે વિદ્વાનો કહે છે કે, જીવન માં ખાવાનું ના મળે તો ચાલે, પીવા માટે પાણી ના મળે તો ચાલે, અને એટલે હદ સુધી મહત્વ છે કે શ્વાસ ના મળે તો ચાલે પણ ગુરુ વિના ના ચાલે.
એ ગુરુ નું મહત્વ સમજાવતા આપના આદિ ગુરુ શંકરાચાર્ય કહે છે કે,
शरीरं शुरूपम, सदरोग मुक्तम्, यसश चारु चित्तं, षडंघोट्वि वेदों मुखे शास्त्री विद्यः
ततः किं ततः कीं ततः कीं ।
આનો અર્થ સમજતા પેહલા શંકરાચાર્ય વિષે જાણીએ.
આદિ ગુરુ શંકરાચાર્ય એ આદ્યવેંત સિદ્ધાન્ત ના પ્રણેતા છે. એ શાસ્ત્ર માં ભૌતિક વિજ્ઞાન ના બધાજ સિદ્ધાન્તો ને વેદ ના આધારે જણાવવામાં આવ્યા છે. અને એ બધાજ સિદ્ધાન્તો, principles ને અત્યાર ના મહાન વિજ્ઞાનીઓ, ભૌતિક્શાસ્તરીઓ accept કરે છે.
શંકરાચાર્ય એ ૧૬ વર્ષ ની ઉંમરે એક આંદોલન ની શરૂઆત કરી અને માત્ર ૧૬ વર્ષ ના ગાળા માં એટલે કે ૩૨ વર્ષ ની ઉંમરે એ આંદોલન ને પૂર્ણ પણ કર્યું. એ હતું બૌદ્ધ ધર્મ ને ભારત  માંથી મૂળ થી ઉખડાઈને ફેંકી દેવું. એ વખતે બૌદ્ધ ધર્મ અફઘાનિસ્તાન થી લઈને બલ્ક, બુખારા સુધી, ચીન થી શ્રીલંકા સુધી, જાપાન થી ઇન્ડોનેશિયા સુધી પ્રચલિત અને શવિકાર્ય હતો. પણ શંકરાચાર્ય નું એવું હિન્દુત્વનું મોજું ફર્યું કે ભારત માંથી બૌદ્ધ ધર્મ નો નામોનિષેશ ના રહ્યો. અત્યારે પણ ભારત માં બહુ ઓછી જગ્યાએ બૌદ્ધ ધર્મ ના અનુયાયી રહ્યા છે. એ આદિ ગુરુ ના આ સંસ્કૃત ના વાક્ય નો મતલબ નીચે આપેલ છે.
એટલે કે કોઈ વ્યકિત આખી દુનિયામાં સૌથી સુંદર હોય. એના જેવું સૌંદર્ય કોઈની જોડે ના હોય.
પછી એને કોઈ પણ પ્રકાર નો રોગ ના હોય. એટલો બધો તાકાતવર અને બળવાન હોય કે બંને બગલ માં કોઈને જકડી લે તો તે માણસ ભુખો થાયીને બહાર નીકળે, એના જેટલો તાકાતવર આખી દુનિયા માં કોઈ ના હોય તેવો.
અને પાછો આખી ગામ માં, શહેરમાં, રાજ્યમાં, દેશમાં, દુનિયા માં, બધેજ એ ખુબ જ સન્માન થી જોવાતો હોય. જ્યાંથી જય ત્યાં ફક્ત એની જ વાત થતી હોય, ફક્ત એના જ ગુણ ગાન ગવાતા હોય.
અને હજુય ચારેય વેદ ના ૬ અધ્યાય મોઢે હોય. અને પૂરતી રીતે પોતાના જીવન માં ચારિત્રય માં ઘઢેલાં હોય, અને ખુબ જ સંસ્કારી, નિસકામ વર્તમાન ઘારી, સત્યવાન હોય.
મેરૂપર્વત જેટલી ધન - સંપત્તિ હોય. મેરુ પર્વત એટલે હિમાલય એ મેરુ પર્વત નો પુત્ર ગણવામાં આવે છે. એટલે વિચારો કે મેરુ પર્વત કેટલો મોટો હશે. આટલું બધું સોના મહોર, હીરા માણેક પણ હોય.

"આ બધાજ ગુણ, જ્ઞાન, સન્માન, ધન હોય પણ જો જીવન માં ગુરુ ના હોય તો એ બધું ધૂળ બરાબર છે" - આદિ ગુરુ શંકરાચાર્ય.
એટલે આપણને આ વાત પર થી ખબર પડે કે દુનિયાનું બધું હોવા છતાં પણ જો ગુરુ ના હોય તો બધું નક્કામુ અને ધૂળ બરાબર છે.
The great Alexander king સિકંદર પણ એની અંતિમ અવસ્થમા માં કહે છે કે, મેં આખી દુનિયાને જીતી પણ મારી નનામી ૪ હકીમો જોડે ઉચકાવજો, જેથી બધાને ખબર પડે કે દુનિયા ના સૌથી કુશળ વૈદ્ય મારી જોડે હતા પણ હું મૌત થી બચી ના શક્યો.
મારા બંને હાથ આકાશ તરફ ખુલ્લા રાખજો જેથી બધાને ખબર પડે કે હું આટલા બધા રાજ્ય જીત્યો, ધન સંપત્તિ, એકથી કરી પણ એક પૈસો પણ લઇ નથી જવાનો.
સિકંદર ને પણ મારાં પથારીએ હતો ત્યારે મન માં અશાંતિ હતી કે એનું જીવન વેડફાઈ ગયું અને એને યોગ્ય દિશા ની જરૂર હતી. આવા તો ઘણા બધા ઉદાહરણ અને પ્રસંગો છે જેના પરથી ગુરુ નું જીવન માં મહત્વ ખબર પડે.
યોગીજી મહારાજ એમના પ્રવચન માં કેહતા કે સાચા, આદર્શ ગુરુ ની ઓળખ ત્રણ બાબત પર થી થાય સકે તેમ છે.
૧.ગુરુના ગુરુ
૨.પોતે ગુરુ
૩.ગુરુ ના શિષ્ય

આપણે ધીરે ધીરે સમજણ પૂર્વક ત્રણેય બાબતને સમજીશું.
પહેલું છે ગુરુના ગુરુ. તો આપના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ના ગુરુ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ હતા.
આ બંને ગુરુ ના જીવન ચરિત્ર ના પેહલા ૧૦૦ પણ વાંચશો તો ખબર પડશે કે એમના જીવન માં કેવી સાધુતા ગઢાયેલી છે અને એ આ દુનિયા ની કેવી વીરલ બાબત છે.
સ્વામી ચિન્મયાનંદ નો પરિચય મેળવીએ, કે જે પોતે વિશ્વ હિન્દૂ પરિષદ ના સંસ્થાપક છે. અને એમનું પ્રવચન હોય ત્યારે દેશભરના મોટા મોટા IAS Officer આવ્યા હોય અને ચાલુ પ્રવચનો કોઈની હિમ્મત નાઈ કે ચાલુ પ્રવચન માં ઉભા થાય. એટલઈ રશપ્રદ એમની કથાવાર્તા રેહતી.
ચિન્મયાનંદ સ્વામી એટલે રામ જન્મ ભૂમિ અને કૃષ્ણ જન્મ ભૂમિ ની ચિનગારી લગાવનાર ક્રાંતિકારી.
તે જયારે આદિ ગુરુ શંકરાચાર્ય રચિત ચરપટ મંજરીકા સ્તોત્ર પર વ્યાખ્યાન ચલાવે તો સતત એક વર્ષ સુધી ઇંગલિશ માં પ્રવચન કરે. અને નવાઈ થશે કે એ સ્તોત્ર માં ફક્ત ૧૨ જ શ્લોક આપેલા છે. આવી અદભુત, powerful વ્યક્તિ ચિન્મયાનંદ છે.
આ ચિન્મયાનંદ સ્વામી યોગીબાપા ને જોઈને હર્ષદભાઈ દવે ને કહે, યોગીજી મહારાજ જેવા સ્વામી અત્યાર સુધી જોયા નથી જેમના કપાળ માં બ્રહ્મચર્ય નું તેજ સહજ દેખાય આવે છે. તેમને પોતાનો અભિપ્રાય પાત્ર રૂપે યોગી બાપા વિષે લખ્યો છે અને તે જીવન ચરિત્ર માં છપાયો છે. એનો સાર આ પ્રમાણે થાય છે,
ઉપનિષદો માં જે બ્રહ્મ ની વાત આવે છે બ્રહ્મ ના આનંદ ની વાત આવે છે એ બ્રહ્મ નો આનંદ અત્યારે યોગીજી મહારાજ માં સાક્ષાત દેખાય છે.
ગુલજારીલાલ નંદા કે જે ભારત ના વડાપ્રધાન હતા, તે પણ ખુબ જ વિદ્વાન હતા. તે જયારે પણ ગુરુ શાસ્ત્રીજી મહારાજ ના શાનિધ્ય માં જતા એમની સાથે વાત કરતા ત્યારેનો અનુભવ તે કહે છે.
હું જયારે જયારે શાસ્ત્રીજી મહારાજ પાસે જતો, તો જેમ camera ઝડપથી picture capture કરી લે તેમ શાસ્ત્રીજી મહારાજ મારા મન ના સંકલ્પો પકડી લેતા, અને મારા મન ના જેટલા પણ દોષ હતા તે પણ શાંત પડી દેતા. હું અતિ ક્રોધિત વ્યક્તિ, દોશી વ્યક્તિ જ્યારે પણ મહારાજ પાસે જતો અને મારા બધા જ દોષ, મન ને શાંત પડી દેતા.
આવા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેમના ગુરુ હોય તેવા પ્રમુખસ્વામી મહારાજ નું સામર્થ્ય કેવું હશે.
હવે, ગુરુ ના શિષ્યો Dr. સ્વામી, મહંત સ્વામી, વિવેકસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી આ કેટલા powerful સ્વામી છે.


👣 થઇએ સ્વામી જેવા  👣

🌹 "ભવસાગર તારનારા ....!!! '🌹

Jai Swaminarayan,                                                                      
વિદ્યાનગરમાં નવું નવું સ્વીમીંગ પુલ બંધાયું હતું તેથી બધા યુવકોએ સ્વીમીંગ શીખવા માટે ફોર્મ ભર્યા હતા. 

તેમાં હરેશ મોરડિયા નામના યુવકે સ્વામીશ્રી સમક્ષ પોતાનો પહેલા દિવસનો અનુભવ રજુ કરતા કહ્યું," સ્વામી અમને પહેલા દિવસે તો એવું જ થયું કે અમે ડૂબી જ જઈશું, ધામમાં જ જતા રહીશું." 

સ્વામીશ્રી કહે, " કેમ શું થયું ?"

હરેશ કહે," બાપા, પહેલા તો અમને પુલ ઉપર ઉભા રાખ્યા અને પાછળથી અમારા કોચે આવીને અમને ધક્કો માર્યો "

સ્વામીશ્રીએ મરક મરક હસતા પૂછ્યું, " પછી શું થયું ? "

હરેશ કહે, " અમને તરતા તો આવડતું જ નહોતું એટલે થયું કે હવે તો ડૂબ્યા જ સમજો ...હું હાથ હલાવું તો પણ કોચ તો ઉભો ઉભો હસે. હું ત્રીજી વખત હાથ હલાવતો ઉપર આવ્યો ત્યારે મારા કોચે હાથ પકડીને મને બહાર કાઢ્યો.પછી મેં પૂછ્યું કે તમે મને કેમ ધક્કો માર્યો ? તો કહે પહેલા તો મારે તારી પાણીની બીક કાઢવી પડે ને "

સ્વામીશ્રીએ પૂછ્યું ," પછી શું થયું ? "

વાત આગળ કહેતા કહે," સ્વામી  પછી તો ધીરે ધીરે મારી બીક જતી રહી. એમ થયું કે કોચ મારી જોડે છે પછી મારે બીક શાની , હવે ડુબાશે નહિ . ત્રણ ચાર દિવસમાં તો ધીરે ધીરે આવડી ગયું....." આટલું કહીને પછી ધીરે રહીને હરેશે કહ્યું," સ્વામી, આવી જ રીતે અમને ભવસાગર તરાવજો." 

સ્વામીશ્રી કહે, " પહેલા તો તું મને એ કહે કે તારે તરવું હતું તો તું ત્યાં શીખવા ગયો ને ? "

હરેશ કહે ," હા બાપા"  

સ્વામીશ્રી કહે, "એમ આપણે પણ મોક્ષનો ખપ હોય તો સત્સંગમાં અવાય અને પછી તે તરનાર જાણનાર એવા કોચને તે શોધી લીધો ને ? "

હરેશ કહે ," હા બાપા"  

સ્વામીશ્રી કહે," પણ આપણે તો હવે શોધવાના પણ નથી રહ્યા. જોગી મહારાજ સાક્ષાત મળ્યા છે. " 

પછી કહે," તને કોચે ધક્કો માર્યો તો તને કોચનો અવગુણ આવ્યો " 

હરેશ કહે," ના બાપા, " 

સ્વામીશ્રી કહે," તું છેલ્લે શું સમજ્યો ?" 

હરેશ કહે," બાપા , એમણે મને ધક્કો માર્યો તો મારા સારા માટે, મને શીખવા માટે...."

સ્વામીશ્રી કહે," જેમ તને કોચનો અવગૂણ ના આવ્યો એમ સત્પુરુષનો પણ અવગુણ ના આવવો જોઈએ.......સત્પુરુષ આપણાં જીવનમાં ગમે તેવો દેશકાળ ઉભા કરે તે આપણાં  સારા માટે જ હોય...જેમ કોચને તું જાણતો પણ ન હતો છત્તા તને મનાયું કે એમણે મને શીખવાડવા જ ધક્કો માર્યો છે તેમ સત્પુરુષ પણ આપણને ધક્કો મારે તે આપણને આગળ વધારવા માટે જ મારે...તને જેમ પાણીમાંથી ક્યારે જલ્દી બહાર નીકળું એમ થતું હતું ને તેમ જ સંસારમાં રહેતા રહેતા કેમ કરીને માયામાંથી બહાર નીકળું એમ રાતદિવસ અંતરમાં રહેવું જોઈએ ...તો સત્પુરુષ જાણે કે આ મુમુક્ષુ છે..." 

અને પછી આગળ અદભૂત વાત કરતા કહ્યું," તું ડૂબતો હતો, તારી શક્તિ ખૂટી ગઈ તો ટાઈમે કોચ આવી ગયો ને બસ, એમ જ જોગી મહારાજ અને મહારાજ ટાઈમે આવી જશે, તને ડૂબવા નહિ દે, માટે ચિંતા ના કરીશ...કર્તાહર્તા એ જ છે. તેઓએ હરિભક્તોના દેશકાળ ઉભા પણ કર્યાં છે અને સમાવ્યા પણ છે અને બધાને આનંદથી ભજન ભક્તિ ,સત્સંગ કરી શકે એવું ગોઠવી પણ દીધું છે ...ફક્ત ધીરજ, શ્રદ્ધા , પ્રતીતિ રાખીને સત્સંગ માં સેવા કર્યા કરવી...."