તારીખ : 27-જૂન -2015
![]() |
BAPS Mandir, Chikhodra yuvak Mandal |
એટલે મને ખબર પડી કે આવતી કાલે (27 જૂન રોજ) બધા મિત્રો પોઈચા અને બીજા ધાર્મિક સ્થળો પર ફરવા જવાના છે જેનું આયોજન આણંદ મંદિર દ્વારા થયું હતું। જેમાં મંદિર ના પુજારી સોમભાઈ અને બીજા યુવક મિત્રો જસપાલ, જયમીન અને હર્ષ પણ જવાના હતા જે દરરોજ મંદિર માં આરતી, થાળ ની સેવા માં હતા. પણ એક સાથે બધા યાત્રા પર જવાના હતા એટલે એક દિવસ માટે આ આરતી અને થાળ ની સેવા કોણ કરશે અથવા કોને સોપવી એ મુસ્કેલ હતું અને એનો ઉપાય પર વિચાર ચાલતો હતો.
મારા દિમાગ અને મન બંને એ ભેગા થાયને નિર્ણય કર્યો કે આ સેવા મારે કરવું જોઈએ।. તરત જ મારા મુખ માંથી મારા ઉત્સાહી મન એ આ બે શબ્દો બોલી નાખ્યા. " હું કરીશ " એવો ઉદગાર નીકળ્યો. બધા ખુશ થઇ ગયા. પછી લગભગ 10:30 થી 10:50 સુધી બધી જ ધ્યાન માં લેવાની બાબત અને આરતી અને થાળ ને સબંધી વાત મને સોમભાઈ અને જસપાલ।, જયમીને સમજાવી બધું જ મેં મારા દિમાગ માં કોપી પેસ્ટ કરી લીધું. સવારે વહેલું ઉઠી અને મંદિર આવી સાફ સફાઈ કરી પછી ભગવાન ઉઠાડી ત્યાથી લઈને સવાર નો આરતી અને થાળ એ બધું જ સમજાયી ગયું.અને વિચાર આવ્યો કે આવી અગત્ય ની સેવા નો લાભ ભાગ્યે જ કોઈને મળે જેને મારે કુશળતા થી પર પડવાનું છે.
પછી 11:00 વાગે ઘરે પહોચ્યો ત્યાં સુધી માં તો અંતર માં ઉત્સાહ અને ખુસી પ્રવર્તી ગયી હતી. પછી તો લગભગ 12:20 સુધી તો ઊંઘ જ ના આવી અને મારું ચંચલ મન કઈ ને કઈ કુદકા મારતું હતું. ભગવાન નું નામ યાદ કરી ક્યારે ઊંઘ આવી એ ખબર ના પડી. અરે! એક વાત તો રહી ગયી મેં ભૂલ થી અલાર્મ 5:00 AM ની જગ્યા PM રાખ્યું હતું। મોટી ભૂલ થઇ ગયી પણ કોણ જાણે ઠીક સવારે 5:13 વાગે મારી આંખો ખુલી અને પેહલા જ ઘડિયાળ ના દર્શન કર્યા અને તરત જ ઉભો થાય ગયો. જાણે કોઈ આર્મી ના જવાન ને Attention નો Order મળ્યો હોય. પછી તો 5:49 સુધી માં નાહી ને તૈયાર થાય ગયો અને પછી શુભમ અને જયેશ ને ફોન કરીને બોલાવ્યા. આ બંને મિત્રો સાથે મળીને આજે શનિવારે મંદિર ની સેવા કરવાની હતી.
ત્યાં પહોચ્યા તો જોયું કે સોમભાઈ ભગવાન ને જગાડી ને ડીમ લાઈટ કરીને ગયા હતા એટલે પછી મંદિર ની અંદર કચરા અને સફાઈ પણ કરીને જ યાત્રા માટે શુભારંભ કર્યો હતો. એ દિવસ માટે ભાવેશ ભાઈ ને ત્યાં થી થાળ અને પ્રસાદ ની સેવા હતી. પછી તો 6:27 સુધી સવારનો પ્રસાદ આવ્યો નહિ એટલે શુભમ એ તરત જ મિત ને ફોને કર્યો ( ભાવેશ ભાઈ નો પુત્ર) અને પ્રસાદ જલ્દી લાવવા કહ્યું. પછી તો મયુર અને આકાશ ને પણ ફોને કર્યો કેમ કે માઈક અને સાઉન્ડ સીસ્ટમ માં ખબર પડતી ન હતી. પછી તરત જ પ્રસાદ આવી ગયો અને ભગવાન નો થાળ તૈયાર કરી. આ બધા પહેલા મેં મંદિર માં પણ સ્નાન કર્યું.

8:30 પછી અમે ત્રણેય ઘરે આવ્યા અને પાછા 11:30 વાગે પાછા ભેગા થવાનું હતું। થોડીવાર રહીને હર્ષિલ ને ફોન કરીને ભાવેશ ભાઈ નું ઘર બતાવાનું કહ્યું કેમ કે હર્ષિલ પણ એ જ ફળિયા માં રહેતો હતો. બપોર નો થાળ ગાવા માટે આવજે એમ પણ જણાવી દીધું.

7:00 વાગ્યા। ભાવેશ ભાઈ ને ત્યાં થી. થાળ લાવી બધી તૈયારી કરી. સાંજ ની આરતી માં તો બધા જ યુવક મિત્રો આયા હતા. ભાવિક, હર્ષિલ, કેયુર ,સુભમ, જયેશ, અનિકેત ...
શંખ ના નાદ સાથે આરતી નો પ્રારંભ થયો મિત્રો અદભુત રાગ અને ઢોલ નગર વગાડ્યા। સવાર ની જેમ જ જસપાલે આરતી ચાલુ કરી. શંખ વગાડવાની પણ મજા આયી.
એકાદ મિનીટ માં તો મને ગઈ કાલ ની આખી પલ યાદ આવી ગયી કે જયારે મેં આ સેવા માટે હા પાડી. આ તો અચાનક જ થય ગયું હતું. ધન્યતા નો અનુભવ થયો. જીભ પર બેઠેલ સરસ્વતી માતા એ તરત જ હા પડાવી દીધી. પછી થાળ ચાલુ થયો અને એક સાખી યાદ આવી ,
" જેના પર પ્રમુખ ની દ્રષ્ટિ પડી જાય તેને ભાવ ભટકન બધી એક પલ ભાંગતી,
માયા અંધકાર હતી જાય ઉર જળ હાલ ભક્તિ ને જ્ઞાન તની જ્યોત પ્રકાશ થી "
જય સ્વામીનારાયણ.
No comments:
Post a Comment