Sunday, May 15, 2016

What Is Life ?

૧)

           મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો. હજુ તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તે પણ ઉંમરમાં તેના કરતા 20 વર્ષ મોટા પુરુષ સાથે. 10 વર્ષની આ છોકરીએ પોતાનું નસીબ સમજીને 30 વર્ષના પતિને સ્વિકારી લીધો અને પિયરમાંથી સાસરીયે પ્રસ્થાન કર્યુ.
          આ છોકરી 20 વર્ષની થઇ અને એના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ રોપ્યુ. જેમ જેમ મહીના ચઢવા લાગ્યા તેમ તેમ આ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યુ. 9મો મહીનો પુરો થવા આવ્યો હવે બાળકના જન્મની ઘડીઓ ગણાતી હતી અને તે સમયે એના પતિએ તેણીને ઘરની બહાર કાઢી મુકી. કોઇ જાતના વાંક વગર આ ગર્ભવતી મહિલાને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. ચાલી શકવાની કોઇ ક્ષમતા નહોતી એટલે ઘરના ફળીયામાં જ ઢોરને બાંધવાની જગ્યા સુધી એ માંડ પહોંચી શકી અને ત્યાં એક બાળકીને એણે જન્મ આપ્યો. મદદ માટે આજુ બાજુમાં કોઇ જ નહોતું. બાળકની નાળ કાપવા માટે બાજુમાં પડેલા ધારદાર પથ્થરનો ઉપયોગ કર્યો અને તાજી જન્મેલી બાળકીને પોતાની સાથે લઇને આ યુવતી આવી હાલતમાં અમુક કીલોમીટર ચાલીને એના પિતાના ઘરે પહોંચી. પિતાના ઘરે પણ દિકરીને આવી હાલત હોવા છતા કોઇ અગમ્ય કારણસર સહારો ના મળ્યો. યુવતીને હવે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો પણ માત્ર થોડી જ ક્ષણોમાં એણે આ નબળા વિચારને મનમાંથી હાંકી કાઢ્યો.
          પોતાની અને દિકરીની ભૂખ ભાંગવા માટે એણે રેલ્વે સ્ટેશન પર ભીખ માંગવાની શરુઆત કરી. ભીખમાંગવાની આ પ્રવૃતી ચાલુ કર્યા પછી એના ધ્યાન પર આવ્યુ કે બીજા કેટલાય અનાથ બાળકો માતા-પિતાનું છત્ર ગુમાવવાના કારણે ભીખ માંગવાનું કામ કરે છે અને નરકથી પણ બદતર જીવન જીવે છે. એકલતા અને સમાજમાંથી તિરસ્કૃત થવાની પીડા આ યુવતીએ ખુદ અનુભવી હતી એટલે એણે આવા અનાથ બાળકો માટે કંઇક કામ કરવાની પ્રેરણા થઇ. એણે આવા અનાથ બાળકોને દતક લેવાનું ચાલુ કર્યુ. પરિવારથી તિરસ્કૃત આ યુવતીએ ભીખ માંગીને બચાવેલી રકમમાંથી આ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરી. જે બાળકો ભીખ માંગતા હતા તે હવે ભણવા લાગ્યા. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઇ અને આ યુવતીનો પરિવાર મોટો થતો ગયો.
          આજે આ યુવતીને બધા “ સિન્ધુતાઇ “ તરીકે ઓળખે છે. એમની ઉંમર 68 વર્ષની છે. આજે પણ એ અનાથ બાળકોને દતક લઇને એમના ભણવાની વ્યવસ્થા કરે છે. કોઇ પાસેથી કોઇ પ્રકારની મદદ લીધા વગર 1400થી વધુ બાળકોને મા બનીને સાચવે છે. એમના કેટલાય દિકરા-દિકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. સિન્ધુતાઇ માત્ર બાળકોને દતક લેવાનું જ કામ નથી કરતા પરંતું તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમર લાયક થાય ત્યારે દિકરા-દિકરીને પરણાવે છે. આજે સુન્ધુતાઇને 207 જમાઇ છે અને 36 પુત્રવધુઓ છે. તમામ અનાથ બાળકોને સાચવવા માટે હવે સિન્ધુતાઇ પ્રવચનો આપે છે અને એમાંથી જે કંઇ આવક થાય એ આવકમાંથી એમના દિકરા-દિકરીઓ માટે રહેવા-જમવા-ભણવાની બધી વ્યવસ્થા કરે છે.
          કરોડોના કૌભાંડ કરનારા હરામીઓ મીડીયાની નજરમાં બહુ આવે છે. છાપાઓમાં એના નામની હેડલાઇન હોય છે અને ટીવી ન્યુઝ ચેનલમાં બ્રેકીંગ ન્યુઝમાં વારંવાર એની વાતો થાય છે. આપણને કોઇને સુન્ધુતાઇ જેવી સંઘર્ષ કરનારી અને અદભૂત સેવા કરનારી સ્ત્રીની ખબર જ નથી.
સો સો સલામ આ સાક્ષાત સેવામૂર્તિને......

૨)
          બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણહવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળચઢી ગયા. 20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુકે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જજવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ. 20માં માળ પર થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ સરળતાથી આગળ વધી રહ્યા હતા. 40માં માળ પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા. એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય. 60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20 દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને 80માં માળ પર આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર હાથ દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર
રાખેલા થેલામાં જ રહી ગઇ.” 
          જીવનમાં પણ કંઇક આવુ જ બને છે . પ્રથમ 20 વર્ષ સુધી આપણે માતા- પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ છીએ. 20 વર્ષ બાદ અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી. 40 વર્ષ પછી સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય. આમ કરતા કરતા 60 વર્ષ પુરા થાય પછી વિચારીએ કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી. જ્યારે 80 વર્ષે પહોંચીએ ત્યારે સમજાય કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન પુરુ થઇ ગયુ. યુવાનીમાં જોયેલા સપનાઓને. સાર્થક
કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. 80 વર્ષે જે જોઇતું હોઇ એ મેળવવાની શરુઆત 20માં વર્ષથી જ કરી દેવી

3)

          હવે આવીજ બીજી એક વાર્તા લખું છું. Same એવી જ છે, તમને પહેલે થી જ ખબર પડી જશે કે what is moral of the story ? & what is life ?
એક બહુ જ બુદ્ધિવાન, શક્તિશાળી, રાજનીતિજ્ઞ, ચતુર, સુંદર, તાકાતવર રાજા હતો. એ બહુ જ મોટા રાજ્ય ચાલવતો હતો. એના રાજ્ય માં કોઈ પ્રકાર ની તકલીફ હતી નાઈ. બધા જ નગરજનો શાંતિ થી જીવન પસાર કરી રહ્યા હતા. બધા જ તહેવારો અને ઉત્સવો પણ ખુબ જ ઉત્સાહ થી ઉજવાતા હતા. કોઈ ને પણ પૈસા ની તકલીફ ના પડે એની ખાસ નોંધ રાજા અને તેના મંત્રીઓ રાખતા. પણ દિવસે ને દિવસે આ રાજા ની ઉમર ની સાથે ચિંતા પણ વધતી જતી હતી. ચિંતા હતી કે મારા પછી કોણ ?
          આ તો મહત્વ ની વાત છે, કે આવો રાજા મળવો બહુ જ મુશ્કેલ છે. શું આ રાજા પછી કોઈ હશે કે જે આપનો આટલો જ ખ્યાલ રાખે. આટલા જ ખુસ રાખે. આટલી સુરક્ષિત વાતાવરણ રાખે... અને આવા પ્રશ્ન પણ સ્વાભાવિક છે.  અને એ રાજા એ લગ્ન પણ નહોતા કાર્ય એટલે રાજ્ય નું ભાવિ શું હશે એનું કઈ પણ planning હતું જ નહિ. તો હવે કરવું શું?  આનો નિર્ણય લાવો જરૂરી હતો. કેમ કે રાજ્ય ની આજુ બાજુ ના રાજ્ય ના રાજા  ઓ પણ ખુબ ઈર્ષ્યા રાખતા હતા.આટલી બધી કામની અને સૈન્ય ધરાવતું રાજ્ય જો મળી જાય તો કોને ના ગમે !!! અને એના લીધે જ રાજા વધારે દુઃખી અને tension માં હતા, કે હવે આ રાજ્ય નું શું થશે. પછી એ રાજા ના મંત્રી મંડળ માં પણ બહુ જ હોશિયાર હતું. એટલે હવે રાજા એ બધા જ મંત્રીઓ ને આ વાત કરી, અને એનો ઉકેળ લાવવા માટે કહ્યું !!! બધા જ મંત્રીઓ વિચાર વિમર્શ કરતા હતા. બધા એ ખુબ જ વિચાર્યું પણ ઘણો સમય વીતી ગયો કોઈ કઈ પન જવાબ કેઉપાય ના બતાવી શક્યું . પણ એવા માં વજીર સાહેબ આવ્યા, એમના મુખ પર ખુશી છવાયેલી હતી. એ ખૂબ જ ઉત્સાહી હતા. બધાને લાગ્યું કે આમની પાસે કઈ ઉપાય હશે લાગેછે. અને સાચે એ એક ઉત્તમ ઉપાય લઈને પણ આવ્યા હતા. હવે હું આ secret રાખું છું. બીજા દિવશે બધા સેવકો ઢોલ નાગરા સાથે આખા રાજ્ય માં મોકલ્યા અને સંદેશો મોકલાવ્યો કે બે દિવસ પછી રાજા ના ઘર થી ૫ km પેહલા થી દોડ (race) ચાલુ થશે. અને એ race માં જે જીતશે એને રાજા ની ગાદી આપવામાં આવશે. આ સાંભળી તો બધા ખુશ થયી ગયા અને બધાએ તૈયારીઓ શરુ કરી દીધી. બીજા દિવશે બધા જ લોકો દોડવાની practice ચાલુ કરી દીધી. આખો દિવસ બધા એ શું તૈયારીઓ કરી છે !!! હવે આખા રાજ્ય ની સત્તા મળવાની હોય તો પછી ૫ km ની race તો બહુ નાની લાગે કે નાઈ. હવે તૈયારી તો થયી પણ  પરીક્ષા નો દિવસઃ આયો. એટલે કે આજે race થવાની હતી. રાજા પણ ખુશ હતો અને એ પણ એમના મંત્રી મંડળ સાથે હાથી ઘોડા પર બેસીને પોતાના મહેલ ની બહાર આવે છે. Race નો end રાજમહેલ આગળ હતો એટલે રાજા પણ ત્યાં જ બેઠા હતા કે જેથી વિજેતા ને ગાડી માટેનો વારસદાર જાહેર કરી શકે. હવે તમને એવું લાગતું હશે કે શું આ climax છે ??!! ના picture तो अभी बाकि है मेरे दोस्त ... 
          હવે secret એ હતું કે દર એક km ના અંતરે કઈક ને કંઈક અડચણ હશે. હવે એ અડચણ કોઈ કુંદવાનું, તરવાનું, કુસ્તી, રમત, એવું કઈ નહતું. એ પણ તમને race ચાલુ થયા પછી જ ખબર પડશે. હવે race ચાલુ થવાની તૈયારી થાય છે. તમે પણ તૈયાર થઇ જાવ. બહુ જ માજા આવાની છે. ફક્ત ૫ km દોડો અને એક સૌથી મોટા રાજ્ય ના નાયક, રાજા બનો. આવી offer આવા કળિયુગ માં મેળવી બૌ મુશ્કેલ લાગે છે નહિ. લગભગ ૫૦૦૦ થી ૬૦૦૦ યુવાનો, વૃધ્ધો, બધા જ વય ના લોકો જોડાય છે. પણ જેમ આપડે admission માટે મેરીટ લિસ્ટ આવે છે, એમ અહીંયા રાજા એ અમુક વય ના ,ઉમર ના યુવક જ ભાગ લઇ શકે છે. આના લીધે ૨૫૦૦ જેટલા જ ભાગ લઇ શક્યા. હવે race શરુ થવાની છે. બધા ભાગ લેનાર ના માતા - બહેન તેને આશીર્વાદ, હિમ્મત, motivation આપે છે. બધા ની સામે એક જ goal છે કે ૫ km દોડી નાખીએ અને રાજા બની જઈએ. જુસ્સો પણ એટલો જ હતો કે કોણ જીતશે એ વિચારવું મુશ્કેલ હતું. આ બધા જ લોકો પેલી દર એક km લારી આવનારી અડચણ, મુશ્કેલી થી તો અજાણ હતા. રાજા, તેમના મંત્રી, મને અને તમને આ વાત ની ખબર છે, પણ આ ભાગ લેનાર યુવાનો ને આ વાત ખબર છે ???  ના, કઈ થી ખબર હોવાની it's a top secret. એવામાં રાજા નો વજીર સાહેબ ઢોલ, નગારા, શેહનાઇ, સાથે આવે છે, અને race ની શરૂઆત કરે છે. એક બાજુ જોર થી શંખ નાદ સાથે race શરુ થવાની હતી કે તરત જ બધા જ દોડવીરો એવા દોડે છે કે જાણે એમની પાછળ વાઘ જ ના પડ્યો હોય. આવું ગાંડપણ તમે વિચારી શકો છો કે,બધા જ દોડવીરો એટલી બધી speed માં દોડે છે કે વાત નાઈ કરવાની. હવે એક km પૂરો થવાનો હતો, કે જ્યાં પેહલી અડચણ આયી ને ઉભી રહેવાની છે. 
          બધા તો એટલી સ્પીડ માં દોડતા હતા કે bolt પણ કદાચ હારી જાય. Suspense ખોલી દઉં છું, પેહલી અડચણ છે ભોજન, મીઠાયી, સ્વાદિષ્ટ ખોરાક. તમે નાઈ માનો ત્યાં આગળ જોયી ના જોય એવી બધી વાનગી મૂકી હતી. ગુલાબજાંબુ, રોટી, કાજુ કાતરી, બુંદી ના લાડુ, લાડવા, મોહનથાળ, ચપાટી, કેરી નો રસ, સોન પાપડી, પૈડાં, મગઝ, રાબડી, ખોપરા પાક, હાલવાસન, ગાજર નો હળવો, ખંભાત ની સુતારફેની, ભરૂચ ના ગાંઠિયા, દુધી નો હળવો, ખીચડી, કાઢી, દાલ ભાત, ભીંડા નું શાક, બટાકા નું શાક, ખીર, દૂધ પૌઆ, બાસુંદી, ઢેબરાં, ભાજી ... અને ઘણું બધું. હવે તમે વિચારો કે આટલું બધું જો free માં ખાવાનું મળી જાય તો ... કેટલી માજા આવે નહિ ... જો નામ વાચીને જ મોં માં પાણી આવી જાય તો પછી સામે હોય તો અને એ પણ free માં તો. હૂતો race side પર રહી જાય, અને જમવા જ બેસી જાઉં.

No comments:

Post a Comment