Saturday, June 27, 2015

Divya Anubhav : Aarti दुर्लभं भारते जन्म ... 01




તારીખ  : 27-જૂન -2015

BAPS Mandir, Chikhodra yuvak Mandal
બોચાસણવાસી  અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિર, ચિખોદરા માં દર અઠવાડિયા ની જેમ, આજે (26 જુન) શુક્રવાર ની યુવક  સભા હતી, પૂજ્ય રસીક્વીહારી સ્વામી  અને ગોપાલયોગી  સ્વામી વચનામૃત વડતાલ  11 માં  પ્રકરણ વિષે પ્રવચન આપ્યું અને સભા વિરમી . લગભગ 10:15 એ પ્રસાદ લઈને બેઠા  હતા. એક બીજા સાથે મસ્તી અને હસી મજાક ચાલતો હતો  અને મારા કાને મિત્રો  ની વાત સાંભળી કે કાલે આપને બધા એક દિવસ ની યાત્રા એ જઈએ છીએ તો કાલે શું થશે ? એટલે આ સાંભળી મારા મન ને પ્રશ્ન થયો કે શુ  મુશ્કેલી હશે ?  એટલે મારા પગ તરત જ જે મિત્રો વાત કરતા હતા ત્યાં દોડી ગયા અને ત્યાં જઈ મેં પૂછ્યું કે શું થયું કઈ પ્રોબ્લેમ છે કે શું ?

એટલે મને ખબર પડી કે આવતી કાલે (27 જૂન  રોજ) બધા મિત્રો પોઈચા  અને બીજા ધાર્મિક સ્થળો પર ફરવા જવાના છે જેનું આયોજન આણંદ  મંદિર દ્વારા થયું હતું। જેમાં મંદિર ના પુજારી સોમભાઈ અને બીજા યુવક મિત્રો જસપાલ, જયમીન અને હર્ષ પણ જવાના હતા જે દરરોજ મંદિર માં આરતી, થાળ ની સેવા માં હતા. પણ એક સાથે બધા યાત્રા પર જવાના  હતા એટલે એક દિવસ માટે આ આરતી અને થાળ ની સેવા કોણ કરશે અથવા કોને સોપવી એ મુસ્કેલ હતું અને એનો ઉપાય પર વિચાર ચાલતો હતો.

મારા દિમાગ અને મન બંને એ ભેગા થાયને નિર્ણય કર્યો કે આ સેવા મારે કરવું જોઈએ।. તરત જ મારા મુખ માંથી મારા ઉત્સાહી મન એ આ બે શબ્દો બોલી નાખ્યા. " હું કરીશ " એવો ઉદગાર નીકળ્યો. બધા ખુશ થઇ ગયા. પછી લગભગ 10:30 થી 10:50 સુધી બધી જ ધ્યાન માં લેવાની બાબત અને આરતી અને થાળ ને સબંધી વાત મને સોમભાઈ અને જસપાલ।, જયમીને સમજાવી બધું જ મેં મારા દિમાગ માં કોપી  પેસ્ટ કરી લીધું. સવારે વહેલું ઉઠી અને મંદિર આવી સાફ સફાઈ કરી પછી ભગવાન  ઉઠાડી ત્યાથી લઈને સવાર નો આરતી અને થાળ એ બધું જ સમજાયી ગયું.અને વિચાર આવ્યો  કે આવી અગત્ય ની સેવા નો લાભ ભાગ્યે જ કોઈને મળે જેને મારે કુશળતા થી પર પડવાનું છે.

પછી 11:00 વાગે ઘરે પહોચ્યો ત્યાં સુધી માં તો અંતર માં ઉત્સાહ અને ખુસી પ્રવર્તી ગયી હતી. પછી તો લગભગ 12:20 સુધી તો ઊંઘ જ ના આવી અને મારું ચંચલ મન કઈ ને  કઈ કુદકા મારતું હતું. ભગવાન નું નામ યાદ કરી ક્યારે  ઊંઘ આવી એ ખબર ના પડી. અરે! એક વાત તો રહી ગયી મેં ભૂલ થી અલાર્મ  5:00 AM ની જગ્યા PM રાખ્યું હતું। મોટી ભૂલ થઇ ગયી પણ કોણ જાણે ઠીક સવારે  5:13 વાગે મારી આંખો ખુલી અને પેહલા જ ઘડિયાળ ના દર્શન કર્યા અને તરત જ ઉભો થાય ગયો. જાણે કોઈ આર્મી ના જવાન ને Attention નો  Order મળ્યો હોય. પછી તો 5:49 સુધી માં નાહી ને તૈયાર થાય ગયો અને પછી શુભમ અને જયેશ ને ફોન કરીને બોલાવ્યા. આ બંને મિત્રો સાથે મળીને આજે શનિવારે મંદિર ની સેવા કરવાની હતી.

ત્યાં પહોચ્યા તો જોયું કે સોમભાઈ ભગવાન ને જગાડી ને ડીમ લાઈટ કરીને ગયા હતા એટલે પછી મંદિર ની અંદર કચરા અને સફાઈ પણ કરીને જ યાત્રા માટે શુભારંભ  કર્યો હતો. એ દિવસ માટે ભાવેશ ભાઈ ને ત્યાં થી થાળ અને પ્રસાદ ની સેવા હતી. પછી તો 6:27 સુધી સવારનો પ્રસાદ આવ્યો નહિ  એટલે શુભમ એ તરત જ  મિત ને ફોને કર્યો ( ભાવેશ ભાઈ નો પુત્ર) અને પ્રસાદ જલ્દી લાવવા  કહ્યું. પછી તો મયુર અને આકાશ ને પણ ફોને કર્યો કેમ કે માઈક અને સાઉન્ડ સીસ્ટમ માં ખબર પડતી ન હતી. પછી તરત જ પ્રસાદ આવી ગયો અને ભગવાન નો થાળ તૈયાર કરી. આ બધા પહેલા મેં મંદિર માં પણ સ્નાન કર્યું.

ત્યાર બાદ ઢોળ મંજીરા અને દિવ્ય આરતી ના સંગમે મેં આરતી પ્રગટાવી.અદભુત  રાગ અને ઢોલ નગર વગાડ્યા, મારા ડાબા હાથ માં ઘંટડી અને જમના હાથ માં આરતી લઈને પૂર્ણ પુરુષોત્તમ સ્વામી નારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતિતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ , પ્રમુખ સ્વામી મહારાજ ની આત્મીય ભાવે આરતી ઉતારી. જે ચંચલ મન મને રાત્રે સુવા નતું  દેતું એ હવે શાંત થાય  હતું. ("પ્રમુખ સ્વામી ના પગલે પગલે દીપ શાંતિ ના પ્રગટે ") મગજ પણ એના પ્રશ્નો ને ત્યાગી ને આંખો દ્વારા મૂર્તિ ને નિહાળતું હતું। આ Feeling માટે આપના પૂર્વજો અને અત્યારે Oxford University વાળા એ પણ શબ્દો શોધ્યા  નથી." અવર્ણનીય " આ અનુભવ પહેલી વખત ભગવાન ની આવી રીતે નજીક થી (સિહાશન આગળ )આરતી ઉતારી એટલે ખુબ જ આનંદ અને ખુશ  હતો પણ સાથે કોઈ ભૂલ ના થાય જાય એના માટે  ચિંતા પણ થતી હતી. Bike પર જતા હોય અને સ્પીડ માં bridge ઉતારીએ તો પેટ માં કેવું થાય એવું થતું હતું. આરતી પૂર્ણ થઇ. Asttak  અને જયનાદ પૂર્ણ થયો. હવે થાળ ધરાવાનો હતો. કેરી, બટાકા પૌંવા  અને સાકાર વાળું દૂધ તૈયાર કર્યા હતા. ભગવાન જમે છે તે ભાવ થી થાળ ધરાયો અને સવારની આરતી ની વિધિ પૂરી થઈ।  ત્યારે અમે ત્રણેય ને Behind the scene શું થાય છે એ ખબર પડી. અને સોમભાઈ કે  જે 16 વર્ષ થી આ ધન્ય થઇ જાય તેવી સેવા માં હતા. સોમભાઈ ,જસપાલ, જયમીન, હર્ષ પ્રત્યે ની ઇજ્જત વધતી જતી હતી.

8:30 પછી અમે ત્રણેય ઘરે આવ્યા અને પાછા 11:30 વાગે પાછા ભેગા થવાનું હતું। થોડીવાર રહીને હર્ષિલ ને ફોન કરીને ભાવેશ ભાઈ નું ઘર બતાવાનું કહ્યું કેમ કે હર્ષિલ પણ એ જ ફળિયા માં રહેતો  હતો. બપોર નો થાળ ગાવા માટે આવજે એમ પણ જણાવી દીધું.

11:30 થયા એટલે હર્ષિલ સાથે મંદિર ના ટીફીન માં જ થાળ લઈને અમે બધા જ મંદિર ગયા. હું સ્નાન કરી ને થાળ ની તૈયારી માં લાગી ગયો. 12:00 સુધી માં થાળ અને બીજી તૈયારી  કરી આ બાજુ ફરીથી મને થોડી  ચિંતા થાય કે કોઈ કચાસ તો ની રહી જાય ને. જસપાલ (યાત્રા પર જવાની બસ ચુકી ગયો હતો) પણ આવી ગયો હતો. બંને એ થાળ ચાલુ કર્યો અને એ પણ કોઈ જ મુશ્કેલી વગર પૂરો થયો. ભગવાન ને સુવડાવી ને મંદિર બંધ કરી ઘરે ગયા. સાંજે 4:00 વાગે મંદિરે આવીને ભગવાન ને જગાડી ફળ અને જળ અર્પણ કર્યું. ત્યારે એ પલ યાદ આવ્યા જયારે મૂર્તિ પ્રતિષ્ઠા વખતે કાચ તૂટી ગયો હતો એજ મૂર્તિ માં રહેલા ભગવાન ની સેવા કરવાનો લાભ મળ્યો.

7:00 વાગ્યા। ભાવેશ ભાઈ ને ત્યાં થી. થાળ લાવી બધી તૈયારી કરી. સાંજ ની આરતી માં તો બધા જ યુવક મિત્રો આયા હતા. ભાવિક, હર્ષિલ, કેયુર ,સુભમ,  જયેશ, અનિકેત ...
શંખ  ના નાદ સાથે આરતી નો પ્રારંભ થયો મિત્રો અદભુત  રાગ અને ઢોલ નગર વગાડ્યા। સવાર ની જેમ જ જસપાલે આરતી ચાલુ કરી. શંખ વગાડવાની પણ મજા આયી.
એકાદ મિનીટ માં તો મને ગઈ કાલ ની આખી પલ યાદ આવી ગયી કે જયારે મેં આ સેવા માટે હા પાડી. આ તો અચાનક જ થય ગયું હતું. ધન્યતા નો અનુભવ થયો. જીભ પર બેઠેલ સરસ્વતી માતા એ તરત જ હા પડાવી દીધી. પછી થાળ ચાલુ થયો અને એક સાખી યાદ આવી ,

                " જેના પર પ્રમુખ ની દ્રષ્ટિ પડી જાય તેને ભાવ ભટકન બધી એક પલ ભાંગતી,
                માયા અંધકાર હતી જાય ઉર જળ હાલ ભક્તિ ને જ્ઞાન તની જ્યોત પ્રકાશ થી "

શરીર ની અંદર એક જુદા જ પ્રકાર ની ઉર્જા નો સંચાર થતો  હતો. સ્થિરતા આવી ગયી હતી. ખુબ જ ઉત્સાહ વધી ગયો હતો અને  Dr. સ્વામી નું  એક વાક્ય  યાદ આવ્યું કે "BAPS ના યુવક માટે આ ભણતર અને શિક્ષણ ના કોઈ રેકોર્ડ નહી  હોતા બધા રેકોર્ડ તોડી ફોડી નાખવા ના " ત્યારે જ મેં સંકલ્પ કર્યો સત્સંગ Exam માં ગુજરાત માં નંબર લઈશ. કદાચ આંખ માંથી આંસુ પણ પરવાનગી વગર બહાર આવાના હતા પણ પરિસ્થિતિનું  જ્ઞાન થયું અને સ્થાયી દુનિયા માં સ્થૂળ  દુનિયા નો અનુભવ થયો. આં અનુભવ ને કોઈ કલમ વડે લખી સકાય  તેમ નથી અને મને લાગે છે કે બાપા એ પણ જયારે પેહલી વખત સ્વામીનારાયણ ભગવાન પ્રત્યે હેતભાવ, ભક્તીપણા  ની લાગણી  થય ત્યારે  કદાચ આવું જ થયું હશે.  
                  જય સ્વામીનારાયણ.






No comments:

Post a Comment